સોના અને ચાંદીમાં વધુ ઘટાડો

અમદાવાદ: આજે શરૂઆતે સોના અને ચાંદીમાં વધુ ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં સોનામાં વધુ ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ શરૂઆતે જ ૨૮,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. આમ, પાછલા બે દિવસમાં સોનામાં ૪૦૦ રૂપિયા કરતા વધુનો કડાકો બોલાઇ ગયો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ વધુ ૫૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ચાંદીનો શરૂઆતે ૩૬,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૧૦૦ રૂપિયા કરતા પણ વધુનો પ્રતિકિલોએ કડાકો બોલાઇ ગયો હતો. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની આશંકાએ બુલિયન બજારમાં પ્રેશર જોવા મળ્યું હતું અને સોનામાં ૦.૧૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૨૧૧ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ચાંદી ઘટીને ૧૫.૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી હતી.સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહેલી મજબૂતાઇની ચાલની સાથેસાથે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા ઘટાડાની સીધી અસર સ્થાનિક સોના ચાંદીના ભાવ પર જોવા મળી હતી.

એટલું જ નહીં લગ્નસરાની સિઝન તથા તહેવારોની સિઝનના અભાવ વચ્ચે સોના-ચાંદીની ખરીદીમાં મંદી વરતાઇ રહી છે. જીએસટી બાદ સોના ચાંદીના બજારમાં નવી ખરીદીના તદ્દન અભાવ વચ્ચે ભાવ પ્રેશરમાં જોવા મળ્યા હતા, જેના પગલે ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ૧૨૦૦ ડોલર મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. જો આ સપાટી તોડે તો સોના અને ચાંદીમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી શકે છે.

સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનાં કારણો
સ્થાનિક ઈક્વિટી બજાર સર્વોચ્ચ સપાટીએ જોવા મળી રહ્યું છે.
વૈશ્વિક બુલિયન બજારમાં ભાવ તૂટીને ૧,૨૧૧ ડોલરની સપાટીની નજીક
ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે.
જીએસટીના પગલે સ્થાનિક બજારમાં નવી ખરીદીનો અભાવ
લગ્નસરાની તથા તહેવારોની સિઝનનો અભાવ
જૂન મહિનામાં સોના-ચાંદીમાં મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like