સોના અને ચાંદીમાં ફૂલગુલાબી તેજીઃ સોનું ૩૦ હજારની નજીક

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની મજબૂત તેજી તરફી ચાલ જોવા મળી છે. ગઇ કાલે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં સાત વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૫.૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે, જે ઓક્ટોબર ૨૦૧૧ બાદ સૌથી મોટો સાપ્તાહિક સુધારો છે.  સ્થાનિક બજારમાં પણ તેની સીધી સકારાત્મક અસર જોવા મળી હતી અને વધુ ૮૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ૩૦,૦૦૦ની નજીક એટલે કે ૨૯,૮૦૦ની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું હતું.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો અને ચાંદી ૩૮,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૩૮,૧૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સલામત રોકાણ તરીકે રોકાણના વધતા ટ્રેન્ડના પગલે સોના અને ચાંદીમાં ફૂલગુલાબી તેજી તરફી માહોલ જોવા મળી રહ્યો છે.

• સરકારના આગામી બજેટ સંદર્ભે લોકોની અસમંજસતા.
• ઇક્વિટી બજારમાં જોવા મળેલા ઘટાડાની સીધી અસર બુલિયન બજાર ઉપર જોવા મળી રહી છે.
• રૂપિયો તૂટતા આયાત પડતર ઊંચી આવી રહી છે.
• વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ

You might also like