સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાયો

મુંબઇ: કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહેલ વધઘટની અસરે આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાતો હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગની અધિસૂચના અનુસાર સોનાની આયાત ડ્યૂટીમાં છ ડોલરનો ઘટાડો કરાઇ ૩૭૨ ડોલર પ્રતિ દશ ગ્રામ કરી દીધી છે. જ્યારે ચાંદીની આયાત ડ્યૂટીના ૩૫ ડોલરનો ઘટાડો કરાયો છે, જેના પગલે ચંદીની આયાત ડ્યૂટી ઘટીને ૫૨૬ ડોલર પ્રતિ કિલો ગ્રામ થઇ ગઇ છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં સ્થાનિક બજારમાં સોના અને ચાંદીની આયાત પડતર વધુ નીચી આવી શકે છે, જેના પગલે સોના અને ચાંદીના ભાવ વધુ ઘટી શકે છે. હાલ દશ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૨૮,૪૦૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે. એ જ પ્રમાણે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો ગ્રામ ૩૯,૫૦૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે ત્યારે આયાત પડતરમાં ઘટાડાના પગલે સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like