સોના-ચાંદી અને ક્રૂડમાં મંદીનો ટ્રેન્ડ જોવાયો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વના ચેરપર્સન જેનેટ યેલેનના પાછલાં સપ્તાહે વ્યાજદરમાં વધારો કરવાના આવેલા સંકેતોના પગલે વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઉપલા સ્તરેથી ક્રૂડમાં ભાવ તૂટ્યા છે. નાયમેક્સ ક્રૂડના ભાવ ઘટીને ૪૭ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ પણ ૫૦ ડોલરની સપાટી તોડી નીચે ૪૯.૫ ડોલરની સપાટીએ જોવા મળ્યા છે.

એ જ પ્રમાણે વૈશ્વિક સોનાના ભાવમાં પણ ઘટાડાની ચાલ નોંધાઇ છે. વૈશ્વિક સોનાના ભાવમાં ૬.૫૦ ડોલરનો ઘટાડો નોંધાઇ ૧૩૧૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ભાવ જોવા મળ્યા છે, જ્યારે ચાંદીના ભાવ પણ ૦.૫ ટકા તૂટીને ૧૮.૫ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે.

દરમિયાન આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ ચાંદી ૪૩,૯૦૦ની સપાટીએ ખૂલી હતી. એ જ પ્રમાણે સોનામાં પણ
રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ ૩૧,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.

You might also like