Categories: Business

ધનતેરસે સોનાની ચમક ફિક્કી રહેશેઃ પાંચથી દશ ટકા જેટલું વેચાણ ઘટશે

મુંબઇ: વધતી જતી કિંમત વચ્ચે કેશ કટોકટી અને રોકાણના અન્ય વિકલ્પોની ઉપલબ્ધિના કારણે આ વર્ષે ધનતેરસ પર સોનું ચમક ગુમાવી દેશે એવો મત બજાર નિષ્ણાતો અને ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આ‍વ્યો છે. જો આ અનુમાન સાચું પડશે તો સતત બીજા વર્ષે સોનાનું વેચાણ અપેક્ષા મુજબ નહીં રહે.

વર્ષ ૨૦૧૭માં ધનતેરસ પર સોનાનું વેચાણ તેના આગલા વર્ષની તુલનાએ ૩૦ ટકા ઓછું રહ્યું હતું. ૨૦૧૬માં સોનાનું વેચાણ સારું રહ્યું હતું, કારણ કે નોટબંધીની જાહેરાત દિવાળી બાદ થઇ હતી. ગઇ સાલ નોટબંધી તેમજ જીએસટીના અમલના કારણે તેમજ ઊંચા ભાવની ખરીદી માટે કેવાયસીના નિયમો કડક કરવાના કારણે ગઇ સાલ સોનાના વેચાણમાં જોરદાર ઘટાડો થયો હતો.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન નીતિન ખંડેલવાલનું કહેવું છે કે આ ધનતેરસે મને સોનામાં સારો બિઝનેસ થવાની આશા નથી, કારણ કે બજારમાં કેશની અછતના કારણે આ વર્ષે સોનાના વેચાણમાં પાંચથી દશ ટકા ઘટાડો થવાની ધારણા છે. જો સ્થિતિ સારી રહેશે તો પણ વેચાણ બહુ-બહુ તો ગઇ સાલના સ્તરે પહોંચી શકે એમ છે.

ખંડેલવાલે જણાવ્યું છે કે તાજેતરમાં સોનાની કિંમતમાં તેજી છે. આ કારણસર લોકો ખરીદી કરતા ખચકાટ અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે સોનું-ચાંદી અને અન્ય કીમતી ચીજો ખરીદવા માટે શુભ મનાય છે.

ગઇ સાલ ધનતેરસના દિવસે સોનાનો ભાવ પ્રતિ દશ ગ્રામ રૂ. ૩૦ હજાર રહ્યો હતો. શનિવારે ઘરેલું સ્તરે પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૩૨,૫૫૦ હતો, જ્યારે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ પ્રતિઔંસ ૧૨૩૩.૮૦ ડોલર હતો. આ સંજોગોમાં લોકો રોકાણ માટે સોનાના બીજા વિકલ્પ તરફ વળી રહ્યા છે.

divyesh

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

21 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

22 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

22 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

22 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

22 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

22 hours ago