સોનામાં મોટા ફંડની વેચવાલીઃ એક દિવસમાં ૧૬ ટન વેચાણ

મુંબઇ: બ્રિટનના જનમત બાદ સોનામાં મોટો ઉછાળો નોંધાયો હતો, જોકે ટૂંકા સમયગાળામાં જોવા મળેલા ઉછાળા બાદ હવે પ્રોફિટ બુકિંગનો સિલસિલો જોવાયો છે. મોટાં ફંડો સોનાના રોકાણને હળવું કરી રહ્યાં છે. દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોએ બજારમાં ૧૬ ટન સોનાની વેચવાલી કરી છે, જે પાછલાં ત્રણ વર્ષમાં એક જ દિવસમાં સૌથી મોટી વેચવાલી છે.

નોંધનીય છે કે છેલ્લાં એક સપ્તાહમાં વૈશ્વિક ઇક્વિટી બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. તો બીજી બાજુ ત્રણ-ચાર દિવસમાં સોનામાં ૪૦ ડોલરથી વધુનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. સૌથી મોટા એસપીડીઆર ફંડે ૧૬ ટન સોનાનું વેચાણ કર્યું છે. જે વર્ષ ૨૦૧૩ બાદનું સૌથી મોટું એક દિવસીય વેચાણ છે.

You might also like