અક્ષય તૃતીયા નિમિત્તે સોનું ખરીદવાની આજે ઉત્તમ તક, ભાવમાં આવશે ઉછાળો

નવી દિલ્હીઃ આજે અક્ષય તૃતીયા છે. સોનું ખરીદવા માટે આ સારી તક છે. ડોમેસ્ટિક અને ગ્લોબલ પરિબળોને લઇ નિષ્ણાતો હાલ સોનામાં રોકાણ કરવાને ફાયદાકારક સોદો માની રહ્યા છે. તેમનું કહેવું છે કે આગામી છ મહિનામાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ૩૪,૫૦૦ને આંબી જશે. આજે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ૩૭ રૂપિયાના ઉછાળા સાથે ૩૧,૬૦૦ પર ચાલી રહ્યો છે.

ટ્રેડ વોરને લઇ જ્યારે ચિંતા વધી રહી છે ત્યારે તેના કારણે ગોલ્ડની કિંમતમાં તેજી આવશે એવું નિષ્ણાતોનું માનવું છે. આમ, સોનાની ચમક ફરી જોવા મળશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનીઝ ગુડ્સ પર ડ્યૂટી વધારવાની જાહેરાત કરતાં સોમવારથી જ સોનાનાં ભાવમાં તેજી શરૂ થઇ ગઇ છે. સોમવારે ગોલ્ડ પ્રાઇસમાં ૦.૩ ટકાનાં ઉછાળા સાથે તેજી જોવા મળી હતી અને ભાવ પ્રતિ ઔંસ ૧૨૮૨.૩૮ ડોલરે પહોંચી ગયો હતો.

કેડિયા કોમોડિટીના પ્રેસિડેન્ટ અજય કેડિયાનાં જણાવ્યાં પ્રમાણે આગામી છ મહિનામાં સોનું ફરી રૂ. ૩૪,૫૦૦ની સપાટીએ પહોંચી જશે. ડિજિટલ ગોલ્ડ ખરીદવાની એક સારી પહેલ છે, પરંતુ ભારતમાં ફિઝિકલ ગોલ્ડ ખરીદવા તરફ વધુ ઝુકાવ છે, કારણ કે ફિઝિકલ ગોલ્ડ સાથે એક ભાવનાત્મક જોડાણ હોય છે.

You might also like