અમદાવાદ: વૈશ્વિક સોનાના ભાવમાં મોટાં ગાબડાં પડેલાં જોવા મળ્યાં છે. અમેરિકાના બેરોજગારી ડેટા મજબૂત આવતા સોનાના ભાવ ૧૨૨૫ ડોલર પ્રતિઔંસની સપાટી તોડી નીચે ૧૨૨૨ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યા છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં પાછલા ૩૦ વર્ષમાં સૌથી મજબૂત રેલી જોવા મળી હતી. આ સમયગાળામાં ૧૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. દરમિયાન ગઇ કાલે આવેલા રોજગાર ડેટાના પગલે સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા હાલ વ્યાજના દરમાં નહીં વધારો કરવાના આપેલા સંકેતો બાદ ચાલુ સપ્તાહમાં સોનામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ૧૫.૦૪ની સપાટી નોંધાતી જોવા મળી છે. ચીન અને ભારતની ફિઝિકલ માગમાં ઘટાડો નોંધાયો છે. ભારતના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ખરીદીના ડેટા પાછલાં સાત વર્ષમાં સૌથી નબળા આવ્યાના સમાચારે સોનાના ભાવમાં પ્રેશર જોવા મળ્યું હતું.
એનાલિસ્ટના મત મુજબ જો ૧૨૦૦ ડોલરની સપાટી તોડે તો સોનામાં વધુ ઘટાડો જોવાઇ શકે છે.