ઘરઆંગણે Gold ના ભાવમાં જોવા મળ્યો ઉછાળો

અમદાવાદ: ઘરઆંગણે સોનામાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. રૂપિયાની નરમાઇની ચાલ તથા વૈશ્વિક બજારમાં સોનામાં જોવા મળેલા ઉછાળાના પગલે આજે શૂરઆતે સોનામાં રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઇ ૩૧,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યા હતા. નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ૧,૩૩૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું.

દરમિયાન ચાંદીમાં પણ ૦.૩ ટકાનો સુધારો નોંધાઇ ચાંદી આજે શરૂઆતે ૩૯,૮૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પ્રતિકિલોએ આજે શરૂઆતે રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

મોટા ફંડોની લેવાલી તથા સ્થાનિક બજારમાં પણ કમૂરતા ઊતર્યા બાદ સ્ટોકિસ્ટોની ખરીદીના પગલે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી, જેના પગલે શેરબજાર સહિત સોના અને ચાંદીમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં સોનું ૧,૩૪૦ની સપાટી ક્રોસ કરે તો ૧,૩૫૦ની સપાટીએ પણ જોવાઇ શકે છે.

You might also like