વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સુધારા તરફી ચાલ

અમદાવાદ: તુર્કીએ રશિયાનું વિમાન તોડી પાડ્યાના સમાચારો પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ૦.૧ ટકાનો ઉછાળો નોંધાઇ ૧,૦૭૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ ભાવ જોવાયો છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભૂ-રાજકીય અનિશ્ચિતતા વધતાં ઘટાડે રોકાણકારો દ્વારા ખરીદી વધતાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે તુર્કીએ રશિયાના વિમાનને સિરીયાની બોર્ડર પાસે તોડી પાડવામાં આવ્યા હોવાના સમાચાર બહાર આવતાં બુલિયન બજારમાં તેની અસર જોવા મળી છે.

બીજી બાજુ એશિયાઇ સહિત વૈશ્વિક ઇક્વિટી બજારમાં તેની ચિંતા જોવા મળી રહી છે અને આજે મોટા ભાગનાં એશિયાઇ બજારો રેડ ઝોનમાં ખૂલ્યાં છે. સોનામાં સલામત રોકાણ હોવાને કારણે હેજ ફંડો સહિત મોટાં સંસ્થાકીય ફંડો દ્વારા ખરીદી આવતાં વૈશ્વિક બજારમાં સોનામાં સુધારા તરફી ચાલ જોવા મળી છે.

You might also like