તહેવારો પૂરા થતાં જ સોનાના ભાવનાં વળતાં પાણી

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ ઊતરી ગયા છે. વૈશ્વિક સોનાના ભાવમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાઇને ૧,૨૬૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યા છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ ૦.૨૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૬.૮ પ્રતિઓંસ ડોલરની સપાટીએ નોંધાયા છે. દરમિયાન વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડાના પગલે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૩૦,૫૦૦ની સપાટીએ ભાવ પહોંચી ગયેલા જોવા મળ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં પણ રૂ.૩૦૦નો ઘટાડો નોંધાઇ ૪૦,૦૦૦ની સપાટીએ શરૂઆતે ભાવ ખૂલ્યા હતા.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં બમ્પર જ્વેલરીની ડિમાન્ડ જોવા મળી હતી અને તેના કારણે ભાવ પણ ટકેલા રહ્યા હતા, પરંતુ હવે બેથી ચાર સપ્તાહ રોકાણરૂપી સોના ચાંદીની જ્વેલરીની ડિમાન્ડ નબળી રહે તેવી
શક્યતાઓ પાછળ ભાવમાં ગાબડાં પડ્યાં હતાં.

You might also like