સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૨૫૦નો ઉછાળો

અમદાવાદઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વૈશ્વિક ગ્રોથનું અનુમાન ઘટાડતાં વૈશ્વિક સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે. વૈશ્વિક સોનાનો ભાવ ૧૦૮૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાયો હતો, જેના પગલે આજે શરૂઆતે સ્થાનિક બજારમાં પણ સોનું ૨૫૦ રૂપિયાના ઉછાળે ૨૬,૬૫૦ની સપાટીએ ખૂલ્યું હતું. એ જ પ્રમાણે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવે પણ પ્રતિ કિલોએ ૩૪૦૦૦ની સપાટી ક્રોસ કરી છે અને આજે શરૂઆતે ૩૪,૧૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. વૈશ્વિક ઇક્વિટી બજારમાં જોવા મળેલા મોટાં ગાબડાંને કારણે તેની સકારાત્મક અસર બુલિયન બજાર પર જોવાઇ હતી.

રૂપિયો ૧૨ પૈસા નબળો ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા નબળો ૬૭.૭૭ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે રૂપિયો ૬૭.૬૫ની સપાટીએ બંધ થયો હતો.

You might also like