૨૪ કેરેટ સોનાના ભાવ રૂ. ૩૧ હજારની આસપાસ રહેશે

મુંબઇ: વૈશ્વિક મોરચે રાજકીય અને નાણાકીય જોખમ જોતાં આગામી દિવસોમાં સોનાના ભાવ રૂ. ૩૦,૫૦૦થી ૩૩,૫૦૦ની વચ્ચે રહેવાની સંભાવના છે. એસોચેમે તાજેતરમાં કરેલા એક સર્વેક્ષણમાં વધુમાં જણાવ્યું છે કે ભારતીય શહેરોમાં ૨૪ કેરેટ શુદ્ધ સોનાના ભાવ રૂ. ૩૧ હજારથી ૩૧,૫૦૦ની વચ્ચે રહેવાની સંભાવના છે. તહેવારોમાં સોનાની માગ વધવા છતાં સોનાના ભાવ આ રેન્જમાં જળવાઇ રહેશે. એસોચેમે અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ તથા નાણાકીય જોખમો વચ્ચે પણ સોનાના ભાવ રૂ. ૩૩,૫૦૦થી વધુ વધે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

નોંધનીય છે કે પાછલાં એક બે સપ્તાહથી બુલિયન બજારમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ડોલરમાં જોવા મળેલી વધઘટની અસરથી વૈશ્વિક લેવલે સોનાના ભાવ સહિત સ્થાનિક મોરચે રૂપિયામાં પણ તેની ઝડપથી અસર જોવા મળે છે. નોંધનીય છે કે સ્થાનિક બજારમાં ૯૯૯ ટચ સોનાના રૂ. ૩૦,૫૦૦ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યા છે.

You might also like