સોનાના ભાવમાં સુગંધ ભળી

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે હાલ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય કરી યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે, જેના પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઇ છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૧૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૨૧૪ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.

સ્થાનિક બજારમાં પણ તેની અસર નોંધાતી જોવા મળી છે. છેલ્લા કેટલાય સમયથી સ્થિર જોવાતા સોનાના ભાવમાં ફરી એક વખત સુધારાની ચાલ જોવાઇ છે. આજે શરૂઆતે સોનામાં રૂ. ૩૦૦નો ઉછાળો નોંધાઇ ૩૦,૦૦૦ની નજીક ૨૯,૮૫૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.

દરમિયાન ચાંદીના ભાવમાં પણ મજબૂત સુધારાની ચાલ જોવાઇ છે. આજે શરૂઆતે ચાંદીનો ૪૨,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.  બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજેટમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાની શક્યતા હતી, પરંતુ સરકારે જ્વેલરી સેક્ટરને રાહત મળે તેવા હાલ કોઇ પગલાં નહીં લેતા તેની નકારાત્મક અસર જોવા મળી છે અને પાછલા કેટલાય સમયથી આયાત ડ્યૂટી ઘટાડાની શક્યતા પાછળ સ્થિર જોવાતા સોનાના ભાવમાં ફરી એક વખત સુધારાની ચાલ જોવા મળી છે એટલું જ નહીં અમેરિકા અને ઈરાક વચ્ચે વણસેલા સંબંધોના પગલે વૈશ્વિક સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે તેની અસર પણ સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે.

એટલું જ નહીં નોટબંધીની અસર ધીમે ધીમે હળવી થઇ રહી છે ત્યારે ઉત્તરાયણ બાદ કમુરતા ઊતરતા બાદ બજારમાં ખરીદી નોંધાતી જોવા મળી રહી છે એટલું જ નહીં લગ્નસરાની તથા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ માગ ધીમે ધીમે વધી રહી છે. આ સેન્ટિમેન્ટ પાછળ સોનામાં ધીમો પણ મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/#myCarousel

You might also like