આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. ૦.૧૫ ટકાના મજબૂત સુધારાથી વૈશ્વિક સોનાના ભાવ ૧૨૭૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયા હતા. ચાંદીમાં પણ ૦.૨ ટકાનો વધારો નોંધાઇ ૧૬.૦૯ ટકાની સપાટીએ પહોંચી ગઇ હતી.

દરમિયાન ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઇના પગલે ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાના ભાવમાં રૂ. ૧૫૦નો વધારો નોંધાઇ ૩૦,૬૫૦ની સપાટીએ પહોંચીગયો હતો. ચાંદીમાં વધુ રૂ. ૨૦૦નો સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે ચાંદી પ્રતિકિલો રૂ. ૪૦,૪૦૦ની સપાટીએ ખૂલી હતી. ડોલરની મજબૂતાઇના પગલે સોના અને ચાંદીના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

You might also like