સોનામાં જોવા મળેલો સુધારો અટક્યો

અમદાવાદ: પાછલા કેટલાક દિવસથી સોનામાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી અને સ્થાનિક બજારમાં સોનાએ ૨૭,૫૦૦ની સપાટી ક્રોસ કરી હતી. વૈશ્વિક બજારમાં જોવા મળેલી સુધારા તરફી ચાલ તથા સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયાની નરમાઇને પગલે સોનામાં આગેકૂચ જારી રહી હતી, પરંતુ આજે રૂપિયો ફરી એક વખત મજબૂત થતાં સોનાના ભાવ તૂટ્યા હતા.

સ્થાનિક બજારમાં આજે સોનું ૨૭,૪૦૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ચાંદી પણ ૩૪,૭૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં લગ્નસરાની સિઝનની ખરીદી પણ મોટા પ્રમાણમાં નીકળી હતી અને તેને કારણે ભાવને સપોર્ટ મળ્યો હતો. તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં ચીનના મેન્યુફેક્ચરિંગ ડેટા અપેક્ષા કરતા નબળા આવતા તથા યુઆનના અવમૂલ્યનને કારણે સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણ વધતાં વૈશ્વિક બજારમાં પણ સોનાએ મહત્ત્વની ૧૧૨૦ ડોલર પ્રતિઔંસની સપાટી ક્રોસ કરી દીધી હતી.

You might also like