આગામી વર્ષે પણ સોનામાં ચમક જોવાઈ શકે

મુંબઇ: વિક્રમ સંવત ૨૦૭૨ સોના-ચાંદીમાં રોકાણ કરનારા માટે સકારાત્મક રહ્યું છે. એક વર્ષમાં સોનામાં રોકાણકારોને ૧૬ ટકાથી પણ વધુ રિટર્ન મળ્યું છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ડિસેમ્બર સુધીમાં વ્યાજના દરમાં વધારો કરાય તેવી મજબૂત શક્યતાઓ છે, જેની અસર કીમતી ધાતુ ઉપર સકારાત્મક પડી શકે છે.

વર્ષ ૨૦૧૭માં સોનાની કિંમત એવરેજ ૧૩૩૧ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાઇ શકે છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સમયગાળામાં સોનામાં મજબૂત સુધારાની ચાલ જોવાઇ શકે છે એટલું જ નહીં સોનાની વૈશ્વિક બજારમાં કિંમત પણ એવરેજ ૧૩૦૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ રહી શકે છે તેવો મત વ્યક્ત કરાયો હતો.

You might also like