સોનું ૧૦ મહિનાના તળિયે પહોંચી ગયું

અમદાવાદ: યુએસ ફેડરલે વ્યાજદરમાં વધારો કર્યા બાદ કીમતી ધાતુમાં કડાકો બોલાઇ ગયો છે. ૨૪ ડોલર ઘટાડો નોંધાઇ ૧,૧૩૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. સ્થાનિક બજારમાં પણ ૨૮,૫૦૦ની સપાટી તોડી નીચે ૨૮,૩૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલરની મજબૂતાઇના પગલે તથા યુએસ ફેડે વ્યાજદરમાં વધારો કરતાં સોનું અને ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. ડોલર ઇન્ડેક્સ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. દરમિયાન સ્થાનિક બજારમાં આજે શરૂઆતે ચાંદી ૪૧,૦૦૦ની સપાટી તોડી ૪૦,૮૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like