સ્થાનિક બજારમાં સોનાએ ૨૭ હજારની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જોવા મળી રહેલી મજબૂતાઇને પગલે ૧૧૦૦ની સપાટી ક્રોસ કરી ૧૧૧૫ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે. બીજી બાજુ રૂપિયાની નરમાઇને પગલે સ્થાનિક બજારમાં સોનામાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. સ્થાનિક બજારમાં સોનું ૨૭,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૨૭,૨૦૦ની સપાટીએ ખૂલ્યું છે. આમ, ૪૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચાલ મહિનામાં વૈશ્વિક બજારમાં સોનામાં છ ટકાનો સુધારો થતો જોવા મળ્યો છે. બીજી બાજુ કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં સોનામાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે.

You might also like