સોનાના ભાવમાં ચમકારો, ભાવ 31,750એ પહોંચ્યો

આજે શરૂઆતે સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં સોનામાં ૦.૧૫ ટકાનો સુધારો નોંધાતાં ૧,૩૨૭ ડોલર પ્રતિઔંસની સપાટી ક્રોસ કરી હતી, જેના પગલે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ૧૦૦થી ૧૫૦નો શરૂઆતે સુધારો નોંધાઇ ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૩૧,૭૫૦ની સપાટીએ ખૂલ્યો હતો.

દરમિયાન ચાંદીના ભાવમાં પણ સાધારણ તેજી જોવા મળી હતી. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદીનો ૩૯,૩૫૦ની પ્રતિકિલોના મથાળે ભાવ ખૂલ્યો હતો.

વૈશ્વિક બજારમાં ચાંદીમાં ૦.૨ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. અનિશ્ચિતતાભર્યા માહોલમાં તથા વૈશ્વિક ઇક્વિટી બજારમાં જોવા મળેલા ઘટાડાના પગલે બુલિયન બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

You might also like