સોનાના દબાયેલા ભાવ સ્પ્રિંગની જેમ ઊછળ્યા, 31000એ ભાવ પહોંચ્યો

અમદાવાદ, શુક્રવાર
સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યૂટી કે જે ૧૦ ટકા જેટલી ઊંચી છે તેમાં કોઇ જ ફેરફાર કર્યા વગર યથાવત્ રાખ્યા છે. પાછલા કેટલાક સમયથી આયાત ડ્યૂટીમાં બેથી ચાર ટકાનો ઘટાડો થવાની વાતો વહેતી થઇ હતી અને તેના કારણે બુલિયન બજારમાં હોલસેલર અને સેમિહોલસેલરે નવાં કામકાજ અટકાવી દીધાં હતાં.

બજેટ બાદ આયાત ડ્યૂટીમાં કોઇ જ ઘટાડો નહીં કરાતાં તથા સરકારની નીતિ સ્પષ્ટ થઇ જતાં દબાયેલા ભાવ ફરી એક વાર સ્પ્રિંગની જેમ ઊછળ્યા હતા. રૂપિયાની નરમાઇએ સપોર્ટ કર્યો હતો. આજે શરૂઆતે ઘરઆંગણે સોનાના ભાવમાં રૂ. ૨૫૦નો ઉછાળો નોંધાઇ ૩૧,૭૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો. ચાંદીમાં પણ નરમાઇની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે ચાંદીમાં રૂ. ૩૦૦નો ઉછાળો નોંધાઇ રૂ. ૪૦,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં મજબૂત સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. સોનું ૦.૨૨ ટકાના સુધારો નોંધાઇ ૧૩૪૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું, જ્યારે ચાંદી ૦.૧૧ ટકાનો સુધારો નોંધાઇ ૧૭.૨૫ પોઇન્ટની સપાટીએ જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં જોવા મળેલા પ્રેશર વચ્ચે બુલિયન બજારને સપોર્ટ મળ્યો હતો.

You might also like