સોનામાં તેજીઃ ભાવ પહોંચશે ૩૧ હજારની સપાટીએ

ન્યૂ દિલ્હીઃ ટ્રેડ ટેન્શન ઘટવાથી સોનામાં મજબૂતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોમેક્સ પર સોનું ૧૨૧૫ ડોલરથી ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ પણ ૧૫ ડોલરની નજીક જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં પણ સ્થાનિક વેપારીઓની સતત લેવાલીના કારણે શરાફ બજારમાં સોનાના ભાવમાં રૂ. ૧૦૦ના ઉછાળા સાથે પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૩૧,૦૦૦ પર પહોંચી ગયું હતું. જે મહિનાની સર્વાધિક સપાટીએ હતું.

તહેવારની સિઝન જોતાં એવું લાગી રહ્યું છે કે વેપારીઓ સોનાની જોરદાર ખરીદી કરી રહ્યા છે. તેથી જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ સોનું મોંઘું થવાના નિર્દેશ મળી રહ્યા છે અને ૩૧,૦૦૦ની સપાટી પણ વટાવી શકે છે.

અમદાવાદમાં આજે ૨૨ કેરેટનાં એક ગ્રામ સોનાનો ભાવ ૨,૯૩૬ રહ્યો હતો, જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ ૨૩,૪૮૮ પર જોવા મળ્યો હતો. જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ એક ગ્રામ રૂ. ૩,૦૫૮ જોવા મળ્યો હતો અને પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૦,૫૮૦ની સપાટીએ પહોંચ્યો હતો, જે પ્રતિ ગ્રામ રૂ. ૧૩૦નો વધારો સૂચવે છે.

You might also like