સોનામાં આગેકૂચ જારી રહી

અમદાવાદ:સોનામાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. વૈશ્વિક મોરચે સોનામાં વધતી માગના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં સુધારાની ચાલ નોંધાઇ છે. સોનું ૧૨૧૯ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યું છે, જેના પગલે સ્થાનિક બજારમાં સોનું ૨૯,૮૫૦ની સપાટી વટાવી આજે શરૂઆતે ૨૯,૯૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એટલું જ નહીં ચાંદીમાં પણ આગેકૂચ નોંધાઈ છે.

આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદી ૪૧,૫૦૦ની સપાટી ક્રોસ કરી રૂ. ૩૦૦ના સુધારે ૪૧,૮૦૦ની સપાટીએ ખૂલ્યો હતો. એક બાજુ વૈશ્વિક મોરચે ભાવમાં સુધારાની ચાલ નોંધાઇ છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સોના અને ચાંદીની જ્વેલરી સહિત રોકાણરૂપી માગમાં પણ ખરીદી વધતાં સુધારાની ચાલ જોવાઇ છે.

ડોલરમાં ઘટાડાના પગલે વૈશ્વિક મોરચે સોનામાં સુધારાની ચાલ નોંધાઇ છે. તેની અસરથી સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં સુધારાની ચાલ જોવા મળી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ચારથી છ સપ્તાહમાં સુધારાની આ ચાલ નોંધાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like