સોનામાં બીજા સપ્તાહે સુધારો નોંધાયો

અમદાવાદ: સોનામાં સળંગ બીજા સપ્તાહે સુધારો નોંધાયો છે. સ્થાનિક બજારમાં સોનું આજે શરૂઆતે રૂ. ૨૯,૪૦૦ની સપાટીને પાર કર્યું છે, જ્યારે ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઇ ચાંદી રૂ. ૪૦,૫૦૦ની સપાટીને પાર જોવાઇ છે.

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને તેના કારણે સોનામાં માગ વધી છે. વૈશ્વિક બજારમાં સોનું ત્રણ સપ્તાહની ઊંચાઇએ પહોંચીઇ ગયું છે. આમ, સળંગ બીજા સપ્તાહમાં સોનામાં સુધારાની ચાલ નોંધાઇ છે.

આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધારો કરાય કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. એ જ પ્રમાણે બ્રિટન યુરોઝોનમાં રહેશે કે નહીં તે અંગે પણ જનમત થવાનો છે ત્યારે અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સોના-ચાંદીમાં ઉછાળો નોંધાયો છે.

You might also like