સોનાએ ૩૦,૦૦૦ની સપાટી વટાવી

અમદાવાદ: ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલીભર્યા માહોલના પગલે સલામતરોકાણ તરીકે સોનામાં રોકાણ વધતાં વૈશ્વિક બજાર સહિત ઘરઆંગણે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધુ ૧૫૦ રૂપિયાનો ઉછાળો નોંધાતાં સોનાએ ૩૦ હજારની સપાટી ક્રોસ કરી દીધી છે.

વૈશ્વિક બજારમાં પણ સોનું ૧,૨૮૦ની સપાટી વટાવી ૧,૨૮૮ની ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાયું છે, જે ૮ જૂન બાદની સર્વોચ્ચ સપાટી છે. યેન સામે ડોલર આઠ સપ્તાહની નીચી સપાટીએ જોવા મળતા સોનાને સપોર્ટ મળ્યો છે અને સોના-ચાંદીના ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. દરમિયાન આજે ચાંદીના ભાવમાં પણ રૂ. ૩૦૦નો ઉછાળો નોંધાઇ ૩૯,૮૦૦ની સપાટીએ ચાંદીનો ભાવ ખૂલ્યો હતો.

You might also like