ક્રૂડમાં ઉછાળોઃ સોનામાં આગેકૂચ જારી

અમદાવાદ: ક્રૂડનાં ઉત્પાદન સંબંધી ચર્ચા કરવા ઓપેક અને રશિયા આગામી માર્ચ મહિનામાં બેઠક કરવા તૈયાર થઇ ગયા છે. આ પ્રકારના વહેતા થયેલા સમાચારો પાછળ તુરત જ ક્રૂડના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે ઓપેક સભ્ય અને રશિયા જાન્યુઆરીના સ્તર પર જ ક્રૂડનું પ્રોડક્શન રાખવા પર ચર્ચા કરશે. દરમિયાન નાયમેક્સ ક્રૂડના ભાવ ૩૨.૮૭ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૩૪.૯૨ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળ્યા છે.

તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સોનામાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૧૦૦ના સુધારે ૨૯,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીનો પણ રૂ. ૩૭,૩૦૦ પ્રતિ કિલોની સપાટીએ ભાવ જોવાયો હતો.
પેટ્રોલના ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી

વૈશ્વિક ક્રૂડના ભાવમાં તેજી તરફી ચાલ જોવા મળી છે તો બીજી બાજુ ડોલર સામે રૂપિયો પણ વધુ તૂટી રહ્યો છે ત્યારે ક્રૂડની ઊંચી આયાત પડતરને પગલે ફેબ્રુઆરી મહિનાના અંતે ઓઇલ કંપનીઓ દ્વારા થતી સમીક્ષામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે.

You might also like