સળંગ પાંચમા સપ્તાહે સોનામાં ઘટાડો નોંધાયો

અમદાવાદ: સોનામાં સળંગ પાંચમા સપ્તાહમાં ઘટાડો નોંધાતો જોવાયો છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા તથા ડોલર ઇન્ડેક્સ આઠ સપ્તાહની ઊંચી સપાટીએ જોવાતાં સોનામાં ઘટાડો જોવાયો છે.  આ સપ્તાહે સોનામાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સળંગ પાંચમા સપ્તાહે ઘટાડાની ચાલ નોંધાતી જોવાઇ છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૧૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. સ્થાનિક બજારમાં સોનું ૨૯,૦૦૦ની સપાટીએ જોવા મળ્યું છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ચાલુ મહિનામાં અગત્યની ઇકોનોમી ઇવેન્ટ છે અને તેના કારણે બુલિયન બજાર સહિત ઇક્વિટી બજારમાં પણ અનિશ્ચિતતાનો માહોલ ઊભો
થયો છે.

ઓપેકની બેઠક બાદ ક્રૂડ સાધારણ સુધર્યું
ક્રૂડના પુરવઠામાં જોવા મળેલા સાધારણ ઘટાડા બાદ વૈશ્વિક ક્રૂડના ભાવમાં સુધારા તરફી ચાલ નોંધાઈ હતી. નાયમેક્સ ક્રૂડ ૦.૦૬ ટકાના સુધારે ૪૮ ડોલર પ્રતિબેરલની ઉપર જ્યારે બ્રેન્ટ ક્રૂડે ૦.૦૮ ટકાના સુધારે ૫૦ ડોલરની સપાટી પાર કરી દીધી છે.

You might also like