સોનામાં છ માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનામાં સપ્તાહ દરમિયાન રૂ. ૭૦૦થી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૨,૦૦૦થી વધુનો પ્રતિકિલોએ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોનું ૧,૨૨૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. નવી ખરીદીના અભાવ તથા ફંડોના સેલિંગ પ્રેશર વચ્ચે વૈશ્વિક બુલિયન બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી છે.

સપ્તાહ દરમિયાન સોનામાં ૩.૧ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે, જે નવેમ્બર બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ટેક્િનકલી સેન્ટિમેન્ટ હાલ નબળું છે. મોટા ફંડોની લેવાલીનો અભાવ પ્રવર્તી રહ્યો છે. તો બીજી બાજુ યુરો ઝોનમાં ફ્રાંસની રાષ્ટ્રપતિપદની પહેલા રાઉન્ડની ચૂંટણી બાદની આવતી કાલે બીજા રાઉન્ડની ચૂંટણીનાં ટ્રેન્ડ પછી વધુ સ્પષ્ટતા થઇ જશે તથા ડોલરની મજબૂતાઇની અસરથી સોના-ચાંદીમાં વધુ ખરીદીની શક્યતા ઓછી હોવાનો મત એનાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાયો છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં પણ સોનાના ભાવ પ્રેશરમાં જોવા મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like