સોનું પાંચ સપ્તાહની નીચી સપાટીએ

અમદાવાદ: સોનું પાંચ સપ્તાહની નીચી સપાટીએ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડતાં સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડાની ચાલ નોંધાઇ છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઈ સોનું ૨૯ હજારની સપાટીએ પહોંચી ગયું હતું, જ્યારે સોનાની પાછળ ચાંદીમાં પણ વધુ ઘટાડો નોંધાયો હતો. કોમેક્સ પર ચાંદી ૦.૫ ટકા તૂટી ૧૭ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડી નીચે ૧૬.૯ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચતાં સ્થાનિક બજારમાં ચાંદી ૪૧ હજારની સપાટીએ જોવા મળી છે.

ડોલરની મજબૂતાઇ સાથે સાથે આજે આવનાર જોબ ડેટા પૂર્વે વૈશ્વિક સોનાના ભાવ ૧૨૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડી ૧૧૯૭ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યા છે. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ૨.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આગામી ૧૪ અને ૧૫ માર્ચે મળી રહેલ યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજના દરમાં વધારો કરાય તેવી શક્યતા છે, જેના પગલે બુલિયન બજારમાં નરમાઇની ચાલ નોંધાઇ છે.
http://sambhaavnews.com/

You might also like