આ રાજ્યોમાં હોઇ શકે છે લાખો ટન સોનું : ભારત ફરી બનશે સોને કી ચીડિયા

હૈદરાબાદ : આંધ્રપ્રદેશમાં ફરીથી સોનાની ખોજ ચાલુ થવાની છે. એક ખાનગી સંસ્થાને પુર્વેક્ષણ અને અભ્યાસ માટે લાઇસન્સ મળ્યા બાદ તેણે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પાસે તેની મંજુરી માંગી છે.

એક અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર પૂર્વેક્ષણ અભ્યાસમાં ચિતુર જિલ્લાનાં સાદુકોંડા અને તમબલ્લાપેલ્લેના જંગલી વિસ્તારમાં કરવામાં આવશે. સોના ઉપરાંત આ સંસ્થા લોખંડ, ટંગસ્ટન, તાંબુ, સિસુ, જસત અને ચાંદી સહિત અન્ય ધાતઓની ખોજ કરશે. વન વિભાગની મંજુરી માટે આ પ્રસ્તાવ 5 જાન્યુઆરીએ મોકલવામાં આવ્યો હતો. જો કે પેનલે હજી આ બાબતને મંજુરી નથી આપી.

પેનલ જેવી મંજુરી આપશે તો સંસ્થા 900 હેક્ટરમાં ફેલાયેલા વન ક્ષેત્રાં પોતાનું કાર્ય ચાલુ કરી દેશે. આ પ્રયોગશાળાથી આંધ્રનું તે સપનુ પણ સાકાર થઇ શકે છે જેના હેઠળ રાજ્યનાં કૃષ્ણા જિલ્લામાં ગોલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.

ભારતીય ખાણ બ્યૂરો(આઇબીએમ)નું અનુમાન છે કે 1.22 કરોડ ટન સોનું હોઇ શકે છે. અગાઉ અનુમાન હતું કે 68 લાખ ટન સોનુ હોઇ શકે છે. ગત્ત એક દશકથી અલગ અલગ કારણે પુર્વેક્ષણ અભ્યાસ નહોતા થઇ શક્યા. જિયોમૈસૂર સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ અનુસાર ચિત્તૂર, અનંતપુર, કુરનુકલ, ગુંટૂર, પ્રકાશમ, કડપ્પા અને નેલ્લોર જિલ્લામાં સોનાની કેટલીક ખાણ હોઇ શકે છે.

You might also like