ગોલ્ડ મેડાલિસ્ટે હરીફાઈમાં જવા કિડની વેચવાની!

યુરોપ, અમેરિકા, રશિયા અને ચીન સહિતના દેશોમાં કોઈ ખેલાડી રમતમાં કાઠું કાઢીને મેડલ લઈ આવે તો એની જિંદગી બની જાય છે. એટલે ત્યાં દરેક રમતમાં સ્ટાર ખેલાડીઓ તૈયાર થાય છે. આપણા દેશમાં મેડલ જીતનારા લારી ચલાવે છે, મજૂરી કરે છે. ક્રિકેટમાં સારો દેખાવ કરે તો લાઈફ બની જાય, પરંતુ અન્ય રમતોમાં શું? હમણાં જ સ્ક્વૉશના ચેમ્પિયન રવિ દીક્ષિતે ફેસબુક પર જાહેરાત મૂકી હતી કે આગામી દક્ષિણ એશિયાઈ રમતોમાં ભાગ લેવાનો ૮,૦૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કાઢવા માટે તે પોતાની એક કિડની વેચવા તૈયાર છે.

રવિ ૨૩ વર્ષનો છે, ઉત્તરપ્રદેશના ધરમપુરમાં રહે છે. તે દસ વર્ષથી સ્ક્વૉશ રમે છે અને દેશ માટે અનેક મેડલ જીતી લાવ્યો છે. ૨૦૧૦માં એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીતી લાવ્યો હતો. તે કહે છે, “દર વખતે ઈનામની રકમમાંથી મારી તાલીમનો ખર્ચ નીકળી જાય છે, પરંતુ રમતોત્સવમાં ભાગ લેવાનો ખર્ચ કોઈ આપતું નથી.” આ વખતે ગુવાહાટીમાં યોજાનાર દક્ષિણ એશિયાઈ રમતોમાં સ્ક્વૉશમાં ભારતના જે ચાર ખેલાડી પસંદ થયા છે, તેમાં રવિ દીક્ષિત પણ સામેલ છે. એનો ખર્ચ આપવા કોઈ તૈયાર નથી.

You might also like