ધોળા દિવસે ઘરમાં ઘૂસી વૃદ્ધાની હત્યા કરી સોનાનાં ઘરેણાંની લૂંટ

અમદાવાદ: પાલનપુર હાઇવે પર આવેલી એક સોસાયટીના બંગલામાંથી લુંટારાઓએ ધોળા દિવસે ત્રાટકી વૃદ્ધાની હત્યા કરી સોનાના ઘરેણાંની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ હતી.

આ અંગેની માહિતી મળતી અનુસાર પાલનપુર હાઇવે પર આવેલી કૃષ્ણનગર સોસાયટીના એક મકાનમાં રહેતા નિવૃત્ત બેન્ક કર્મચારી લક્ષ્મીચંદ પટેલ કોઇ કામસર બહાર ગયા હતા તે દરમ્યાન બપોરના સુમારે લુંટારાઓએ બંગલામાં ત્રાટકી તેમની પત્નીની હત્યા કરી રૂ.ર.ર૭ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી હતી પોલીસે લૂંટ અને ખૂનનો ગુનો દાખલ કર્યો છે.

You might also like