અખાત્રીજ પૂર્વે પરપ્રાંતના નબળા ઓર્ડરથી જ્વેલર્સ ચિંતામાં મુકાયા

અમદાવાદ: આગામી સોમવારે અખાત્રીજ છે. તે પૂર્વે બહારનાં રાજ્યોના જ્વેલર્સ દ્વારા સ્થાનિક હોલસેલર્સ અને સેમિહોલસેલર્સ વેપારીઓ પાસે નબળા ઓર્ડર બુકિંગ થવાના કારણે જ્વેલર્સ ચિંતામાં મુકાઇ ગયા છે. સ્થાનિક જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે આ વખતે સોનાના ઊંચા ભાવ તથા બે લાખથી ઉપરની રોકડ ખરીદી ઉપર પાનકાર્ડના સરકારના ફરજિયાત અમલીકરણને લઇને અખાત્રીજમાં જ્વેલરીની માગ નબળી જોવાવાની ભીતિ સેવાઇરહી છે અને તેના પગલે દક્ષિણનાં રાજ્યો સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાજુથી પણ રિટેલ જ્વેલર્સ દ્વારા નબળા ઓર્ડર બુકિંગના કારણે સ્થાનિક જ્વેલર્સમાં કારોબાર નબળો રહેવાની દહેશત સેવાઇ રહી છે.

સ્થાનિક જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે આ વખતે સોનાના ભાવ ૩૦ હજારથી ઉપર ૩૦,૪૦૦ છે, જે પાછળા વર્ષની સરખામણીએ ૩,૦૦૦ જેટલા ઊંચા છે. સોનાના ઊંચા ભાવના કારણે પણ જ્વેલરીની ખરીદી ઉપર પણ બ્રેક લાગી ગઇ છે.

હોલસેલ અને સેમિ હોલસેલનો નબળો કારોબાર
સોના અને ચાંદીનો ૩૦થી ૪૦ ટકા હોલસેલ જ્વેલરીનો કારોબાર ગુજરાતમાં છે, પરંતુ આ વખતે સોનાના ઊંચા ભાવ તથા પાનકાર્ડ સહિત એક્સાઇઝ જેવા ઈશ્યૂના કારણે રિટેલ જ્વેલરીના કામકાજને અસર થવાની ભીતિએ સ્થાનિક હોલસેલર્સ અને સેમિ હોલસેલર્સનો કારોબાર પણ ઘટ્યો છે.

You might also like