સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણનો વધતો ટ્રેન્ડ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની તાજેતરમાં જ પૂરી થયેલી બેઠકના અંતે હાલ વ્યાજદર નહીં વધારવાનો લેવાયેલ નિર્ણય તથા બેન્ક ઓફ જાપાન દ્વારા વ્યાજદરમાં વધારો નહીં કરવાના નિર્ણયની અસરે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સળંગ ત્રીજા સપ્તાહે સોનાના ભાવમાં વધારો જોવાયો છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

આગામી દિવસોમાં બ્રેક્ઝિટ તથા ત્યાર બાદ અમેરિકાની ચૂંટણી અને જર્મનીની ચૂંટણીની અસર પણ બુલિયન બજારમાં જોવાઇ શકે છે અને તેને કારણે સોનામાં આગામી દિવસોમાં સુધારાની ચાલ જોવાય તેવો મત વ્યક્ત કર્યો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુરો ઝોનમાંથી બ્રિટન બહાર ફેંકાઇ જાય તો સ્થાનિક બજારમાં સોનામાં જબરજસ્ત ઉછાળો આવી શકે છે. જાણકારોના મત મુજબ ૩૨થી ૩૩ હજારની સપાટીએ પણ સોનું જોવાઇ શકે છે.

You might also like