વૈશ્વિક બજારમાં સોનું ઊંચા મથાળે સ્થિર

અમદાવાદ: પાછલાં સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી હતી, જેમાં વ્યાજદરમાં કોઇ પણ ફેરફાર કર્યા વગર યથાવત સ્થિતિ જાળવી રાખી હતી. છેલ્લા કેટલાક સમયથી અનિશ્ચિતતાનો અંત આવ્યા છતાં પણ વૈશ્વિક બજારમાં સોનું ઊંચા મથાળે સ્થિર જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૦ ડોલરની ઉપર ૧૨૫૨ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મોટા ફંડ હાઉસો તથા રોકાણકારો તેમની પોઝિશન હળવી કરી રહ્યા છે, જેથી આવનારા દિવસોમાં સોનામાં વૈશ્વિક બજારમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા સોનાની માગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે એટલું જ નહીં પાછલાં ત્રણ સપ્તાહથી પણ ભારતમાં જ્વેલર્સની હડતાળ જોવા મળી છે તેના પગલે માગ ઘટી છે અને તેના કારણે વૈશ્વિક બજારમાં તેની અસર નોંધાતી જોવા મળી છે.

You might also like