નવેમ્બર મહિનામાં સોનાની આયાત ઊંચી જોવાઈ

મુંબઈ: ઓગસ્ટ મહિનામાં સોનાની આયાત ૪૯૫.૭૭ કરોડ ડોલરની રહી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સોનાની આયાત ઘટીને ૨૦૫.૭૫ કરોડ ડોલરની રહી છે તથા ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત ૧૭૦.૧૩ કરોડ ડોલરની રહી છે. ઓક્ટોબર મહિનામાં આયાત નવ મહિનામાં નીચલા સ્તરે જોવાઈ હતી, પરંતુ નવેમ્બર મહિનામાં ધનતેરસ અને દિવાળીના તહેવારોની સાથેસાથે લગ્નસરાની માગના કારણે આયાતકારો દ્વારા સોનાની આયાતમાં મોટો વધારો કરાયો હતો.

નીચા ભાવે સોનાની માગમાં પણ વધારો થતાં આયાત વધી હતી, જોકે પાછલા વર્ષે નવેમ્બર મહિનાની સરખામણીએ સોનાની આયાત ૩૬.૪૮ ટકા ઓછી જોવા મળી હતી. પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં ૫૫૭.૨૯ કરોડ ડોલર સોનાની આયાત કરવામાં આવી હતી. જ્યારે ચાંદીની આયાત પણ પાછલા વર્ષની સરખામણીએ ૫૫.૭૨ ટકા ઓછી ૨૮.૫૦ કરોડ ડોલરની સપાટીએ જોવાઈ હતી.

You might also like