સોનાની આયાત પર આઈજીએસટીમાં રાહત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોનાની આયાત કરતી એજન્સીઓને આઇજીએસટીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે અધિસૂચના જારી કરી છે. આ સૂચના અંતર્ગત ૩૬ બેન્કો અને એમએમટીસી સહિત પાંચ એજન્સીઓને ત્રણ ટકા આઇજીએસટી ચૂકવ્યા વગર સોનાની આયાત કરી શકશે.

કેન્દ્ર સરકારના રાહતના આ પગલાથી બેન્કોને સોનાની આયાત પર વધારાનો ટેક્સનો પડતર ખર્ચ થતો હતો તેમાં રાહત થશે. બુલિયનના વેપારીને તથા આયાત કરતી એજન્સીઓની મોટી રકમની કાર્યકારી મૂડી તેમાં ફસાયેલી રહેતી હતી.

બુલિયન બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ આયાત લગભગ બંધ થઇ ગઇ હતી. હવે સરકારે આઇજીએસટીમાં રાહત આપતાં આયાતમાં તેજી જોવાઇ શકે છે. બુલિયન તથા જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સોનાની આયાત પર આઇજીએસટી હટાવ્યા બાદ થોડી રાહત રહેશે.

You might also like