સોનાની આયાત ડ્યૂટી ઘટાડાય તેવી શક્યતા

અમદાવાદ: કેન્દ્ર સરકાર સોના પર ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટી વસૂલી રહી છે. તેમ છતાં સોનાની આયાતમાં ઘટાડો અટક્યો નથી, જોકે સરકારી ખાધમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સંજોગોમાં જ્વેલર્સ અને બુલિયન બજારના વેપારીઓ સોના પર આયાત ઘટાડવાની છેલ્લા ઘણા વખતથી માગ કરી રહ્યા છે.

નાણાં વિભાગ તથા કોમર્સ વિભાગ પણ આ અંગે છેલ્લા કેટલાય સમયથી ચર્ચા કરી રહ્યા છે ત્યારે સરકાર સોના પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૩માં સોના પર આયાત ડ્યૂટી ૧૦ ટકા કરવાનો નિર્ણય કરાયો હતો. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આયાત ડ્યૂટીમાં બે ટકાનો ઘટાડો કરી આઠ ટકા કરી શકે છે. નોંધનીય છે કે દેશમાં જ્વેલરી ઉપર ત્રણ ટકા જીએસટી લાદવામાં આવ્યા બાદ સોનાની ઊંચી પડતરના પગલે દાણચોરી થવાની શક્યતા વધી છે. આ વધતી દાણચોરીને અટકાવવા તથા સરકારની આવક જળવાઇ રહે તે હેતુથી સોનાની આયાત ડ્યૂટી કે જે હાલ ૧૦ ટકા છે તેમાં ઘટાડો કરીને આઠ ટકાની કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
http://sambhaavnews.com/

You might also like