સળંગ છઠ્ઠા મહિને સોનાની આયાતમાં ઘટાડો

મુંબઇ: સોનાના ઊંચા ભાવ તથા ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટીના પગલે સળંગ છઠ્ઠા મહિને સોનાની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. જીએફએમએસના રિપોર્ટ મુજબ સ્થાનિક બજારમાં માગમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં હાજર ભાવમાં જોવા મળેલા ભાવના કારણે પણ આયાત ઉપર નકારાત્મક અસર પડી છે.

જીએફએમએસના રિપોર્ટ મુજબ જુલાઇ મહિનામાં દેશમાં એક અંદાજ મુજબ ૨૦ ટનની જ આયાત થઇ છે, જે માર્ચ મહિના બાદનું સૌથી નીચલું સ્તર છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૩માં સોનાની આયાત પર ૧૦ ટકા જેટલી આયાત ડ્યૂટી લાદી છે, જેમાંથી દાણચોરી માર્ગે આવતા સોનામાં મોટો વધારો નોંધાયો છે.

જીએફએમએસના રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના શરૂઆતના સાત મહિનામાં દેશમાં સોનાની આયાતમાં પાછલા વર્ષની ૨૧૫ ટનની સરખામણીએ ૫૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.

You might also like