પોરબંદરમાં ખોદકામ દરમ્યાન મળ્યા સોનાના ઘોડા

પોરબંદરઃ પોરબંદરના ઓડદર ખાતે ખોદકામ દરમ્યાન ખજાનો મળી આવ્યો છે. સામાન્ય રીતે ખોદકામ દરમ્યાન ખજાનામાં ઘરેણા, જવેરાત કે પછી રાણી સિક્કા મળી આવતા હોય છે. ત્યારે અહીં જમીનમાંથી ખોદકામ દરમ્યાન સોનાના ઘોડા મળી આવ્યા છે. જેનું વજન અંદાજીત 6 કિલો હોવાનું સામે આવ્યું છે. સોનાના ઘોડા મળી આવતા લોકોના ટોળે ટોળા અહીં ઉમટી આવ્યા છે. હાલ તો પુરાતત્વ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ ખજાનો કેટલા સમય જૂનો છે તે અંગે તપાસ ચાલી રહી છે. જમીન ખોદકામના કામમાં આ ખજાનો મળી આવ્યો હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. આ વાત વાયુવેગે ઓડદર સહિત પોરબંદરના આજુબાજુના ગામોમાં પ્રસરી ગઇ છે. ત્યારે લોકોમાં આ ખજાનાને જોવાનું અનેરૂ કુતહલ જોવા મળી રહ્યું છે. ખજાનામાં આ રીતના સોનાના ઘોડા મળી આવ્યા હોવાની ઘટના કદાચ પ્રથમ વખત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like