વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધતાં સોના-ચાંદીમાં ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતે ઘરઆંગણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળાની ચાલ જોવા મળી હતી. અમેરિકાએ યુરોપ તથા કેનેડા અને મેક્સિકોથી આયાત તથા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ડ્યૂટી લાદતા વૈશ્વિક બુલિયન બજારમાં તેની અસર જોવા મળી હતી.

આજે શરૂઆતે ઘરઆંગણે સોનાના ભાવમાં ૧પ૦ થી ર૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. ૩ર૩૦૦ની સપાટીએ ભાવ ખુલ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ ર૦૦ રૂપિયાનો પ્રતિકિલોએ ઉછાળો નોંધાઇ ૪ર૭૦૦ની સપાટીએ ભાવ ખુલ્યો હતો. બે દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ પ૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાતો જોવા
મળ્યો છે.

You might also like