સોનામાં ચાર મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

અમદાવાદ: વૈશ્વિક સોનાના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સોનું ૧,૨૨૫ ડોલરની સપાટી તોડી નીચે ૧,૨૨૧ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યું છે.
પાછલાં એક સપ્તાહમાં વૈશ્વિક સોનાના ભાવમાં ૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે પાછલા ચાર મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. દરમિયાન ચાંદીના ભાવમાં પણ નરમાઇ તરફી ચાલ જોવા મળી છે. ચાંદી ૧૫.૨૩ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વ આગામી એપ્રિલ મહિનામાં વ્યાજદરમાં વધારો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ સોનામાં છેલ્લા કેટલાય સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેઓના કહેવા પ્રમાણે ટૂંકા સમયગાળામાં સોનું ૧૨૦૦ ડોલરની સપાટીની આસપાસ જોવાઇ શકે છે.

You might also like