ક્રૂડ ડાઉનઃ સોનું પાંચ સપ્તાહની ઊંચાઈએઃ ડોલરમાં નરમાઈ

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૦ જાન્યુઆરીએ શાસન ધૂરા સંભાળવાના છે. તે પૂર્વે પ્રેસ કોન્ફરન્સ પહેલા ડોલરમાં નરમાઇ જોવા મળી હતી. તો બીજી બાજુ વૈશ્વિક સોનાના ભાવ પણ ઊંચકાયા હતા. સોનું પાંચ સપ્તાહની ઊંચાઇની નજીક પહોંચી ગયું હતું.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડનું ઉત્પાદન કરતા દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે તેમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. દુનિયાના બીજા નંબરના સૌથી વધુ ક્રૂડનું ઉત્પાદન કરતાં ઇરાક દ્વારા ફેબ્રુઆરીમાં ક્રૂડની નિકાસમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે અને તેના કારણે ક્રૂડના ભાવમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૫૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે.

દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ૧૧૮૫ ડોલરની ઉપર ૧૧૮૮ ડોલરની સપાટીએ જોવા મળ્યા છે. ડોલરમાં નરમાઇના કારણે સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું રૂ. ૨૯,૨૦૦ની સપાટીએ ખૂલ્યું હતું. ચાંદી પણ પ્રતિ કિલોએ રૂ. ૪૦,૭૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like