સોનાનો સિક્કો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાશે

નવી દિલ્હી: દેશમાં પાછલા એક મહિનાથી જ્વેલર્સ હડતાળ પર છે. સોનાની જ્વેલરી અને સિક્કાની ખરીદી કરનારાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સોનાના સિક્કાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર એ છે કે હવે સોનાના સિક્કા પોસ્ટ ઓફિસમાંથી પણ ઉપલબ્ધ થશે. એમએમટીસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોસ્ટ વિભાગ સાથે આ અંગે એક જલદીથી સમજૂતી કરવામાં આવશે. આ સિવાય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની કેટલીક શાખા દ્વારા પણ સોનાના સિક્કાનું વેચાણ કરવાની વાતચીત ચાલી રહી છે.

એક બાજુ પાછલા ત્રણ મહિનામાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા ત્રણ મહિનામાં સોનામાં એક અંદાજ મુજબ ૧૫ ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે ત્યારે સોનાની માગમાં સુધારો નોંધાયો છે. તો બીજી બાજુ જ્વેલર્સની હડતાળના પગલે રોકાણકારોની બેન્કોમાં અને અન્ય જગ્યાએ સોનાના સિક્કાની ખરીદી માટે પૂછપરછ પણ વધી છે ત્યારે સરકારનો નિર્ણય સોનાના સિક્કાની ખરીદી કરનારા માટે રાહતરૂપ બની શકે છે.

You might also like