સોનાની લગડીઓના સોદાના બહાને રાજ્યભરમાં ચીટિંગ કરનાર મોસ્ટ વોન્ટેડ ચીટર ઝડપાયો

અમદાવાદ: સસ્તા ભાવે સોનાની લગડીઓ અાપી ગુજરાતનાં જુદાં જુદાં શહેરોમાં અનેક લોકો સાથે ચી‌િટંગ કરનાર મોસ્ટ વોન્ટેડ ચીટરને પોલીસે ખેડા-નડિયાદ હાઈવે પરથી અાબાદ ઝડપી લઈ લક્ઝુરિયસ કાર, સોનાની લગડીઓ અને રોકડ રકમ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં લોકોને પોતાની વાક્ચતુરાઈથી ભોળવી સોનાની લગડીઓ સસ્તા ભાવે અાપવાનું પ્રલોભન અાપી નિર્દોષ લોકો સાથે છેતર‌િપંડી કરવાના બનાવ બનતાં પોલીસે અા દિશામાં તપાસ કરી અા પ્રકારના ગુના અાચરનાર મહાચીટર શેરખાનની સઘન શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાનમાં અા ચીટર અંગે બાતમી મળતાં પોલીસે ખેડા-નડિયાદ હાઈવે પર વોચ ગોઠવી ચીટર શેરખાનને તેના અન્ય બે સાગરીત સાથે ઝડપી લીધો હતો.

અા ચીટર ટોળકી નડિયાદ ખાતે ચી‌િટંગના ઈરાદે જઈ રહી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે તેમની પાસેથી કાર, સોનાની લગડીઓ, રોકડ રકમ અને પાંચ મોબાઈલ ફોન કબજે કર્યાં છે. અા શખસે જુદાં જુદાં શહેરોમાં અનેક ગુના અાચર્યા હોઈ નડિયાદ એલસીબી પોલીસે રાજ્યભરની પોલીસને અા અંગે જાણ કરી સઘન કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like