ચેઈન સ્નેચરોનો ત્રાસઃ બે મહિલા સહિત ત્રણે સોનાના દોરા ગુમાવ્યા

અમદાવાદ: શહેરમાં ચેઈનસ્નેચરોનો ત્રાસ યથાવત રહ્યો છે. ઈસનપુર, નરોડા અને કારંજમાં સોનાના દોરાની ચીલઝડપના બનાવો બનતા પોલીસે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે ઈસનપુરમાં જયકિશન સોસાયટી નજીકથી પસાર થઈ રહેલ ભીખાભાઈ ઠક્કર નામના વૃદ્ધના ગળામાંથી રૂ. ૫૦ હજારની કિંમતની રુદ્રાક્ષની માળાની ચીલઝડપ થઈ હતી. જ્યારે નરોડામાં દહેગામ રોડ પર અાવેલ જ્વેલર્સના શો-રૂમ પાસેથી પસાર થઈ રહેલ પુષ્પાદેવી ઓઝા નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

અા ઉપરાંત કારંજમાં મંગલ પ્રભાત ટ્રસ્ટ બિલ્ડિંગના ઝાંપા પાસેથી પસાર થઈ રહેલ મણિબહેન બબાભાઈ નામની વૃદ્ધાના ગળામાંથી પણ સોનાનો દોરો તોડી ગઠિયા બાઈક પર ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like