અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે ઘરઆંગણે બુલિયનમાં સુધારો

અમદાવાદ: ફ્રાન્સમાં આતંકવાદી હુમલા બાદ તુર્કમાં એક જૂથ દ્વારા સરકારને ઉથલાવવાના બહાર આવેલા સમાચાર પાછળ ઘરઆંગણે સોના અને ચાંદીમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના કહેવા મુજબ યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બાદ હવે ઇટાલી પણ બહાર નીકળી જઇ શકે છે તેવા સમાચાર પાછળ સોનામાં સુધારાની ચાલ નોંધાઇ છે.

સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ ૩૧ હજારની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ રૂ. ૪૫,૮૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા એક સપ્તાહથી વૈશ્વિક ઇક્વિટી બજારમાં ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે ઇક્વિટી બજાર તૂટે તો સોનાને વધુ સપોર્ટ મળી શકે તેવાં એંધાણ વરતાઇ રહ્યાં છે. વૈશ્વિક બજારમાં સોનું ટૂંક સમયમાં ૧૩૮૦ની સપાટી ક્રોસ કરે તો ૧૪૦૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાઇ શકે છે.

You might also like