ધનતેરસઃ હવે સોના-ચાંદીનાં બિસ્કીટ પર PM મોદી, પૂજાશે ભગવાનની જેમ

સુરત: દિવાળીનાં પર્વનાં માહોલ વચ્ચે સોમવારનાં રોજ ધનતેરસનાં શુભ દિને ધન-ધાન્ય સમૃદ્ધિનાં દેવ કુબેરની અને માતા લક્ષ્મીની પૂજાનું અનેરું મહત્વ છે. જેથી દેશનાં નાગરીકો સોના-ચાંદીની ખરીદીને સારા શકુન સ્વરૂપે જોતા હોય છે.

ધનતેરસનાં આ દિવસે લોકો દ્વારા તેમજ મોટા-મોટા વેપારીઓ દ્વારા ધનની પૂજા કરવામાં આવે છે તે ઉપરાંત ગ્રાહકો સોના-ચાંદીમાં મઢેલા દેવી-દેવતાઓની પૂજા અર્ચના પણ કરતા હોય છે. જેમ કે ખાસ કરીને લોકો સોના-ચાંદીનાં સિક્કામાં મઠેલ માતા લક્ષ્મીની મૂર્તિ સાથેનાં સિક્કાની ખાસ પૂજા કરતા હોય છે.

ત્યારે મહત્વનું છે કે સુરતનાં એક જ્વેલર્સે આ વખતે આ ધનતેરસને લઇને એક અવનવો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તથા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગોલ્ડનાં બિસ્કીટો તેઓનાં દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. જેને ગોલ્ડની ભાષામાં ‘કેટબરી’ પણ કહેવાય છે.

ધનતેરસનાં રોજ ગ્રાહકો પૂરજોશમાં ઉત્સાહ સાથે બજારમાંથી સોના-ચાંદીની ખરીદી કરી રહ્યાં છે ત્યારે એક ગ્રાહકે જણાવ્યું કે, બંને પ્રધાનમંત્રીએ દેશ માટે ઘણું બધું કર્યું છે. જેથી તેમની પૂજા કરવી તે પણ આશિર્વાદ સમાન જ છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સુરતનાં એક મીઠાઇનાં વેપારીએ પણ સોનાનાં વરખવાળી મીઠાઇ બનાવી હતી કે જેનો ભાવ પ્રતિ કિલો 9000 રૂપિયા રખાયો છે. ત્યારે આ મીઠાઇ ખરીદવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ત્યારે સોના-ચાંદીના એક વેપારીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન PM નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ વાળા સોનાનાં બિસ્કીટ બનાવતા લોકોમાં આ બિસ્કીટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

You might also like