વૈશ્વિક બજારમાં ઘટાડાની ચાલને લઇને સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં નરમાઈ

અમદાવાદઃ આજે શરૂઆતે સોના અને ચાંદીના ભાવમાં નરમાઇની ચાલ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૩૦૦ ડોલરની સપાટી તોડી નીચે ૧,૨૯૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનામાં ૦.૪૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ચાંદીમાં પણ ૦.૪૮ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૬.૪૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ ભાવ જોવા મળ્યા હતા. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં જોવાયેલી ઘટાડાની ચાલને કારણે ઘરઆંગણે પણ ભાવ તૂટ્યા હતા અને આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૩૨,૦૦૦ની સપાટી તોડી નીચે રૂ. ૩૧,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ આજે શરૂઆતે ૪૦,૦૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

You might also like