રૂપિયામાં ઘટાડાના પગલે સોના-ચાંદીના ભાવ વધ્યા

અમદાવાદ: આજે શરૂઆતે સ્થાનિક બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સોનામાં રૂ. ૨૦૦નો સુધારો નોંધાઇ ૩૧,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ શરૂઆતે પ્રતિકિલોએ રૂ. ૨૫૦થી ૩૦૦નો સુધારો નોંધાઇ ૪૦,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.

ડોલર સામે રૂપિયો ઝડપથી તૂટતા આયાત પડતર ઊંચી આવતા સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે, જોકે રસપ્રદ બાબત એ છે કે ડોલરની મજબૂતાઇના પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ૦.૧ ટકાના ઘટાડે ૧,૨૫૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ સોનાનો ભાવ જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ ૦.૫ ટકાનાે ઘટાડો નોંધાઇ ૧૬.૧૧ ડોલર પ્રતિઔંસની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો.

You might also like